• Welcome to Directorate of pension & provident Fund

    Government of Gujarat

    Directorate of Pensionand Provident Fund deals with the authorization of pension cases of StateGovernment ,
    Grant in Aid, Non-Government Schools, Colleges ,Universities ,Panchayat employees
    (Retiring on or after 01-06-2015 in case of PanchayatEmployees) and Rojamdars & kotwals .
    Also, maintains General Provident Fund (GPF)Accounts for Class IV, Rojamdar,
    and Work charged employees, accounts of HBA/MCA and New Pension Scheme.

FAQ’S HBA / MCA

FAQ’S HBA

1. મકાન પેશગી કોને મળવાપાત્ર છે ?

મકાન બાંધવાના હેતુઓ માટેની પેશગી નીચે દર્શાવેલા સરકારી કર્મચારીઓને મંજુર કરી શકાશે.

  • 1. રાજય સરકારની સેવામાં પાકી નિમણુંક ધરાવતા હોય એવા સરકારી કર્મચારી
  • 2. રાજ્ય સરકારમાં સળંગ ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા બજાવી હોય એવા , ઉપરના પ્રકાર (૧)માં ન આવતા હોય એવા સરકારી કર્મચારી. આવા કર્મચારીએ જો અગાઉ વર્કચાર્જડ કર્મચારી તરીકે સેવા બજાવી હોય તો તેની આવી વર્કચાર્જડ તરીકેની સેવાનો અડધો સમય આ પાંચ વર્ષની સેવા માટે ગણતરીમાં લેવામાં આવશે.
  • 3. રાજ્ય સરકારમાં સળંગ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય એવા અંધ અને સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હોય તેવા સરકારી કર્મચારી
  • 4. રાજ્ય સરકારને ફાળવવામાં આવેલા અખિલ ભારતીય સેવાઓમાંના અધિકારીઓ અને,
  • 5. ફકરા-૩ દ્વારા નિયત કરવામાં આવેલી સુચનાઓને આધીન પંચાયતોમાં પ્રતિનિયુક્તિ પર હોય એવા પેટા ફકરા (1),(2) અથવા (3)માં દર્શાવેલ સરકારી કર્મચારીઓ.
  • 6. બે કરતાં વધુ બાળકો ધરાવતાં ન હોય તેવા તા: ૧/૪/૮૯ પછી નવેસરથી સરકારી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓ
2. મકાન પેશગી કેટલી મળે?
  • 1. નવા મકાન ( એ હેતુ માટે જમીનની ખરીદી સહિત ) કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના ૫૦ (પચાસ) માસિક મુળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા રુ. ૧૫/- લાખ (પંદર લાખ) એમ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે ચુકવાય છે.
  • 2. બાંધેલા તૈયાર મકાનની કે ફ્લેટની માલીકીના ધોરણે ખરીદ કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના ૫૦ (પચાસ) માસિક મુળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા રુ. . ૧૫/- લાખ (પંદર લાખ) એમ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે ચુકવાય છે.

3. મકાન પેશગી પર કેટલો વ્યાજદર લાગુ પડે?

સરકારી કર્મચારીઓને મંજુર કરવામાં આવેલી પેશગી પર સરકાર વખતોવખત નિયત કરે એવું સાદુ વ્યાજ લેવામાં આવશે. દરેક માસની છેલ્લી તારીખે પેશગીની બાકી નીકળતી રકમ પર આવું વ્યાજ ગણી કાઢવામાં આવશે.

વર્ષ ૨૦૧૫-૧૬ ના વ્યાજના દર નીચે મુજબ છે.

2015-2016 UP TO Rs.50000 7.5
UP TO Rs.150000 9.5
UP TO Rs.500000 11
UP TO Rs.1500000 12.5

4. દંડનીય વ્યાજ કોને લાગુ પડે?

ગીરોખત ન કરાવેલ હોય , સમયસર ગીરોખત ન કરાવેલ હોય , વિમો વર્ષોવર્ષ રીન્યુ ન કરાવેલ હોય તો તે સમય ગાળા પુરતું ૨.૭૫ ટકા લેખે દંડનીય વ્યાજ લાગું પડે.

5. મકાન પેશગી કેટલા હપ્તામાં ચુકવાય છે?

તૈયાર મકાન ખરીદ કરવાના હેતુ માટે એક હપ્તામાં અને જમીન ખરીદ કરી મકાન બાંધકામ કરવાના હેતુસર એક કે તેથી વધુ હપ્તામાં મકાન પેશગી ચુકવવામાં આવે છે.

6. મકાન પેશગીનો ખાતા નંબર કેવી રીતે મેળવવો?

ચુકવવામાં આવતી દરેક મકાન પેશગીના ખાતા નંબરની જાણ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા જે તે સત્તાધિકારીને કરવામાં આવે છે.

દરેક સત્તાધિકારીએ / ઉપાડ અધિકારીએ સંબંધિત કર્મચારી/અધિકારીનો મકાન બાંધકામ પેશગીનો આગળના ફકરામાં ઉલ્લેખ કરવામાં આવેલ ખાતા નંબર અવશ્ય મેળવી લેવો, તેની નોંધ સંબંધિત કર્મચારીની સેવાપોથીમાં કરવી અને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી સાથેના આ અંગેના દરેક પત્ર વ્યવહારમાં તે નંબર અવશ્ય ટાંકવો.સંબંધિત કર્મચારીની બદલી પ્રસંગે આ ખાતા નંબર જે કચેરીમાં તેની બદલી થઇ હોય તે કચેરીને સ્પષ્ટ રીતે જણાવવો.

7. મુદ્દલની વસુલાત કેવી રીતે અને કેટલા હપ્તામાં કરવામાં આવે છે?
  • નવા મકાન કે ફલેટના બાંધકામ માટે અથવા હાલના મકાનમાં નિવાસ માટેની જગ્યા વધારવા માટે મંજુર કરવામાં આવેલી પેશગીની વસુલાત મકાન કે ફ્લેટનું બાંધકામ પુરું થાય તે પછીના માસના પગારમાંથી અથવા સરકારી કર્મચારીને પેશગીનો પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો હોય એ તારીખ પછીના ૨૪ મા માસના પગારમાંથી એ બે પૈકી જે વહેલું હોય ત્યારથી શરુ કરવાની રહેશે.
  • અંશત: જમીનની ખરીદી માટે અને અંશત: મકાન/ફ્લેટના બાંધકામ માટે પેશગી મંજુર કરવામાં આવી હોય એવા કેસોમાં પેશગીની વસુલાત મકાનના ફ્લેટનું બાંધકામ પુરુ થાય તે પછીના માસના અથવા સરકારી કર્મચારીને પેશગીનો પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો હોય એ તારીખ પછીના ૨૬ મા માસના પગારમાંથી એ બે પૈકી જે વહેલુ હોય ત્યારથી શરુ કરવાની રહેશે.
  • સરકારી કર્મચારીને નીચે દર્શાવેલા હેતુઓ માટે મંજુર કરવામાં આવેલી પેશગીની વસુલાત માસિક ૧૮૦ હપ્તાઓમાં કરવાની રહેશે અને ત્યારબાદ ૬૦ થી વધુ નહિં તેવા માસિક હપ્તાઓમાં વ્યાજની વસુલાત કરવાની રહે.
    • (૧) નવા મકાનના ( તે માટે જમીનની ખરીદી સહિત) બાંધકામ માટે , અથવા
    • (૨) મકાન કે ફ્લેટના બાંધકામ માટે
    • (૩) બાંધેલા તૈયાર મકાન કે ફ્લેટની ખરીદી માટે
  • સરકારી કર્મચારીને નીચે જણાવેલ હેતુઓ મંજુર કરવામાં આવેલી પેશગીની વસુલાત ૯૬ થી વધુ નહિ તેટલા માસિક હપ્તાઓમાં કરવાની રહેશે અને ત્યારબાદ તે પરનું વ્યાજ ૨૪ થી વધુ નહિ એટલા હપ્તાઓમાં કરવાની રહેશે.
    • (૧) હાલના મકાનમાં નિવાસ માટેની જગ્યા વધારવા માટે
    • (૨) હાલના મકાનમાં અસાધારણ કે ખાસ મરામત હાથ ધરવા માટે

8. વ્યાજ સમર્થન ની દરખાસ્ત ક્યારે અને કેવી રીતે કરવી?
  • મુદ્દલની રકમ ભરપાઇ થાય પછી વ્યાજ- સમર્થનની દરખાસ્ત પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને મોકલવાની રહે છે. વ્યાજ- સમર્થનની દરખાસ્ત કરતી વખતે નીચે મુજબના પત્રકો સામેલ રાખવા.
    • મકાન પેશગી હુકમની નકલ
    • ઘટતી જતી બાકીનું પત્રક
    • લોન મંજુર કરનાર ખાતાના વડાનું વિમો ઉતરાવ્યા અંગેનું તેમજ ગિરોખત કરાવ્યા અંગેનું પ્રમાણપત્ર
    • મુદ્દલ વસુલાત પત્રક

9. વ્યાજની વસુલાત કેવી રીતે અને કેટલા હપ્તામાં કરવામાં આવે છે?

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા વ્યાજ- સમર્થન મળ્યા બાદ વ્યાજના હપ્તાની કપાત શરુ કરવામાં આવે છે. કુલ ૬૦ હપ્તામાં વ્યાજની વસુલાત પુર્ણ કરવાની રહે છે. (કર્મચારી – અધિકારી ચલણ દ્વારા એકસાથે પણ વ્યાજની રકમ જમા કરાવી શકે છે.)

10. ‘ના લેણાં પ્રમાણપત્ર’ ની દરખાસ્ત કયારે અને કેવી રીતે કરવી ?

મકાન પેશગીની મુદ્દલ તથા વ્યાજના હપ્તા પુર્ણ થયા પછી ‘ના લેણાં પ્રમાણપત્ર’ ની દરખાસ્ત પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે મોકલવાની રહે છે. દરખાસ્ત રજુ કરતા સમયે વ્યાજ સમર્થન પત્રની નકલ અને તેમાં કોઇ વિગતો માંગેલ હોય તો તેની પુર્તતા કરવાની રહે તેમજ વ્યાજ વસુલાતનું પત્રક રજુ કરવાનુ રહે છે.

11. અવસાન કેસમાં મુદ્દલ અને વ્યાજની બાકી રકમ માંડવાળ કઇ રીતે થશે?
  • પેશગી મેળવનાર કર્મચારી ચાલુ નોકરી દરમિયાન મકાન પેશગીના મુદ્દલ કે વ્યાજના પુરેપુરા પરત ચુકવણા અગાઉ અવસાન પામે તો તેવી મકાન પેશગીની મુદ્દલ કે વ્યાજની જે કંઇ રકમ બાકી હોય તે માંડવાળ કરવા માટે નીચે મુજબ ખાતા દ્વારા વિગતો મોકલવાની રહે છે.
  • કચેરી દ્વારા સંબંધિત કર્મચારીની મકાન પેશગીની વસુલાતનું પત્રક તથા બાકી વસુલાતની વીગતો
  • અવસાનનું પ્રમાણપત્ર
  • વ્યાજ સમર્થન ન મેળવેલ હોય તો વ્યાજ સમર્થન મેળવવા જરુરી તમામ માહીતી ....સહિત માંડવાળના હુકમ કરવા માટે ડીપીપી કચેરીનું સમર્થન મેળવી તે મુજબનો હુકમ કર્યા બાદ ડીપીપી કચેરીને ‘ના લેણાં પ્રમાણપત્ર’ની દરખાસ્ત કરવી.

12. મુદ્દલ તથા વ્યાજની કપાત અંગે કઇ બાબતો ધ્યાનમાં રાખવી?
  • પેશગીના મુદ્દલ તેમજ વ્યાજ અંગેની કપાત જે તે કર્મચારીના પગારમાંથી વસુલાત થતી હોય તે શિડ્યુલમાં કર્મચારી/અધિકારીનુ ઓફિસનું નામ, મકાન પેશગીના ખાતા નંબર, હપ્તા નંબર માં જમા થાય તે જોવું.
  • નક્કી કરેલ હપ્તો નિયમિત જમા થાય તે જોવું.
  • ચલણથી કપાત કરવામાં આવતી હોય તો ચલણમાં કર્મચારી/અધિકારીનું નામ, ખાતા નંબર, ઓફીસનું નામ, હપ્તા નબર, અવશ્ય દર્શાવવા.
  • નક્કી કરેલ સદરમાં વસુલાત કરવી. શિડ્યુલ તેમજ ચલણમાં વસુલાત સદર સ્પષ્ટ દર્શાવવું.
  • સમયાંતરે ડીપીપી કચેરી સાથે મેળવણું કરવુ.

FAQ’S MCA

1. વાહન પેશગી કોને મળવાપાત્ર છે ?
  • તમામ સરકારી કર્મચારી/અધિકારી
  • ભારતમાં પ્રતિનિયુક્તિ પર તબદીલ કરાયેલ સરકારી કર્મચારી
  • અજમાયશી અથવા કરારથી નિમાયેલી વ્યક્તિ સક્રીય પાકી નિમણુંક નહિં ધરાવતા સરકારી કર્મચારીને ફોર્મ-૧ માં જામીનખત રજુ કરવાની શરતને આધિન વાહન પેશગી મંજુર કરી શકાય
  • શારીરીક ખોડખાંપણવાળા અપંગ સરકારી કર્મચારીઓને ૧૫૦ સી.સી. થી ઓછી ક્ષમતા હોય તેવી પેટ્રોલ – ડીઝલ સંચાલિત મોટરાઇઝડ ટ્રાઇસિકલ ( ત્રણ પૈડાવાળું વાહન) મંજુર કરવાપાત્ર છે.
  • ફરજ મોકુફી હેઠળના તેમજ ખાતાકીય તપાસ ચાલતી હોય તેવા તેમજ ભારત બહાર પ્રતિનિયુક્તિ પર હોય તેવા કર્મચારીને પેશગી મંજુર કરી શકાય નહિ.

2. વાહન પેશગી કેટલી મળે?
  • મોટરકાર પેશગી
    • મોટરકાર ખરીદીની કુલ કિંમત વધુમાં વધુ રૂા.૫/- લાખ ( ૧૯૫૩૦/- (Pay in the pay Band) હોય તો જ કાર- પેશગી મળે )
  • મોટર સાયકલ
    • રુ. ૮૫૬૦/- (Pay in the pay Band) અને તેથી વધુ માસિક પગાર મેળવતા કોઇ પણ સરકારી કર્મચારી /અધિકારીને મોપેડ/સ્કુટર/મોટર સાયકલ ની ખરીદી માટે પેશગી મંજુર કરી શકાય
    • નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: નનમ/૧૦૯૯/૯૩૬/ઝ-૧ , તા.૦૪-૦૨-૨૦૦૦ તેમજ નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: નનમ/૧૦૨૦૧૫/૧૧૮૩/ઝ, તા.૦૧-૦૪-૨૦૧૫ મુજબ છઠ્ઠા પગારપંચના મુળ પગાર ( પે બેન્‍ડમાં પગાર + ગ્રેડ પે) ના ૬ (છ) પગાર અથવા મોટર સાયકલ/સ્કુટર/મોપેડની અપેક્ષિત કિંમત અથવા રૂા.૬૦,૦૦૦/- (રૂપિયા સાઇઠ હજાર), આ ત્રણમાંથી જે રકમ ઓછી હશે તે પેશગી મંજુર કરી શકાય
    • શારીરીક ખોડખાંપણવાળા અપંગ સરકારી કર્મચારીઓને મોટર સાયકલ/સ્કૂટર, સાઇડ કાર/ મોપેડની અપેક્ષિત કિંમત અથવા રુ.૬૦૦૦૦/- જે ઓછી હોય તે

3. વાહન પેશગી કેટલા હપ્તામાં ચુકવાય છે?

એક જ હપ્તામાં ચુકવાય છે.

4. વાહન પેશગી પર કેટલો વ્યાજદર લાગુ પડે?

સરકારી કર્મચારીઓને મંજુર કરવામાં આવેલી પેશગી પર સરકાર વખતોવખત નિયત કરે એવું સાદુ વ્યાજ લેવામાં આવશે. દરેક માસની છેલ્લી તારીખે પેશગીની બાકી નીકળતી રકમ પર આવું વ્યાજ ગણી કાઢવામાં આવશે.

વર્ષ ૨૦૧૪/૧૫ ના વ્યાજના દર નીચે મુજબ છે.

વર્ષ વ્યાજદર
2014-2015 કાર મોપેડ/સ્કુટર
૧૫% ૧૧.૫૦%
5. દંડનીય વ્યાજ કોને લાગુ પડે?
  • પેશગીની રકમ એક મહિના કરતા વધુ સમયગાળા માટે રાખવામાં આવી હોય એવા કેસોમાં એક મહિના પછીના સમયગાળા માટે વ્યાજ ઉપરાંત ૨.૭૫ ટકા શિક્ષાત્મક દરે દંડનીય વ્યાજ વસૂલ કરવાનું રહે.
  • ગીરોખત ન કરાવેલ હોય , સમયસર ગીરોખત ન કરાવેલ હોય , વિમો વર્ષોવર્ષ રીન્યુ ન કરાવેલ હોય તો તે સમય ગાળા પુરતું દંડનીય વ્યાજ લાગુ પડે.

6. વાહન પેશગીનો ખાતા નંબર કેવી રીતે મેળવવો?
  • ચુકવવામાં આવતી દરેક વાહન પેશગીના ખાતા નંબરની જાણ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા જે તે સત્તાધિકારીને કરવામાં આવે છે.
  • દરેક સત્તાધિકારીએ / ઉપાડ અધિકારીએ સંબંધિત કર્મચારીનો વાહન પેશગીનો આગળના ફકરામાં ઉલ્લેખ કરવામાં આવેલ ખાતા નંબર અવશ્ય મેળવી લેવો, તેની નોંધ સંબંધિત કર્મચારીની સેવાપોથીમાં કરવી અને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી સાથેના આ અંગેના દરેક પત્ર વ્યવહારમાં તે નંબર અવશ્ય ટાંકવો.સંબંધિત કર્મચારીની બદલી પ્રસંગે આ ખાતા નંબર જે કચેરીમાં તેની બદલી થઇ હોય તે કચેરીને સ્પષ્ટ રીતે જણાવવો.

7. મુદ્દલની વસુલાત કેવી રીતે અને કેટલા હપ્તામાં કરવામાં આવે છે?
  • પેશગી ઉપાડવામાં આવે તે પછીના પગારની પ્રથમ ચુકવણીથી પેશગીની રકમની વસુલાત કરવામાં આવે છે.
  • મુદ્દલની રકમ વધુમાં વધુ ૮૦ હપ્તામાં વસુલ કરવાની રહે છે.
  • કર્મચારી/ અધિકારી નિવ્રુત થાય એ પહેલા મુદ્દલ તેમજ વ્યાજની વસુલાત થઇ શકે તેવી રીતે હપ્તાની રકમ નક્કી કરવી.

8. વ્યાજ સમર્થન ની દરખાસ્ત ક્યારે અને કેવી રીતે કરવી?
  • મુદ્દલની રકમ ભરપાઇ થાય પછી વ્યાજ- સમર્થનની દરખાસ્ત પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને મોકલવાની રહે છે. વ્યાજ- સમર્થનની દરખાસ્ત કરતી વખતે નીચે મુજબના પત્રકો સામેલ રાખવા.
    • વાહન પેશગી હુકમની નકલ
    • ઘટતી જતી બાકીનું પત્રક
    • લોન મંજુર કરનાર ખાતાના વડાનું વિમો ઉતરાવ્યા અંગેનું તેમજ ગિરોખત કરાવ્યા અંગેનું પ્રમાણપત્ર
    • મુદ્દલ વસુલાત પત્રક

9. વ્યાજની વસુલાત કેવી રીતે અને કેટલા હપ્તામાં કરવામાં આવે છે?

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા વ્યાજ- સમર્થન મળ્યા બાદ વ્યાજના હપ્તાની કપાત શરુ કરવામાં આવે છે. કુલ ૪૦ હપ્તામાં વ્યાજની વસુલાત પુર્ણ કરવાની રહે છે. (કર્મચારી – અધિકારી ચલણ દ્વારા એકસાથે પણ વ્યાજની રકમ જમા કરાવી શકે છે.)

10. ‘ના લેણાં પ્રમાણપત્ર’ ની દરખાસ્ત કયારે અને કેવી રીતે કરવી ?

મકાન પેશગીની મુદ્દલ તથા વ્યાજના હપ્તા પુર્ણ થયા પછી ‘ના લેણાં પ્રમાણપત્ર’ ની દરખાસ્ત પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે મોકલવાની રહે છે. દરખાસ્ત રજુ કરતા સમયે વ્યાજ સમર્થન પત્રની નકલ અને તેમાં કોઇ વિગતો માંગેલ હોય તો તેની પુર્તતા કરવાની રહે તેમજ વ્યાજ વસુલાતનું પત્રક રજુ કરવાનુ રહે છે.

11. મુદ્દલ તથા વ્યાજની કપાત અંગે કઇ બાબતો ધ્યાનમાં રાખવી ?
  • પેશગીના મુદ્દલ તેમજ વ્યાજ અંગેની કપાત જે તે કર્મચારીના પગારમાંથી વસુલાત થતી હોય તે શિડ્યુલમાં કર્મચારી/અધિકારીનુ ઓફિસનું નામ વાહન પેશગીના ખાતા નંબર, હપ્તા નંબર માં જમા થાય તે જોવુ.
  • નક્કી કરેલ હપ્તો નિયમિત જમા થાય તે જોવું.
  • ચલણથી કપાત કરવામાં આવતી હોય તો ચલણમાં કર્મચારી/અધિકારીનું નામ, ખાતા નંબર, ઓફીસનું નામ, હપ્તા નબર, અવશ્ય દર્શાવવા
  • નક્કી કરેલ સદરમાં વસુલાત કરવી. શિડ્યુલ તેમજ ચલણમાં વસુલાત સદર સ્પષ્ટ દર્શાવવું.
  • સમયાંતરે ડીપીપી કચેરી સાથે મેળવણું કરવુ.